જેના જીવન માં જિજ્ઞાસા નથી. તે માણસ પોતાના માટે અને દેશ કે સંસ્કૃતિ માટે કઈ કરી શકતો નથી.
થોડા વર્ષો પહેલા ની વાત છે. સૂર્યોદય થતા જ બધા બાળકો અભ્યાસ માટે આશ્રમ માં આવી ગયા હતા. થોડા જ સમય માં આશ્રમ ના ગુરુજી પણ આવી ગયા. બધા જ બાળકો ગુરુજી આવ્યા એટલે તેમણે વંદન કરી ને નીચે બેઠા. ત્યાર બાદ બાળકો ને લાગ્યું કે હવે ગુરુજી કઈ ભણાવવાનું ચાલુ કરશે. પણ આજે ગુરુજી એ અભ્યાસ માટે નું પુસ્તક ન ખોલતા બાળકો ને એક પ્રશ્ન પૂછ્યો. અને બાળકો ને કહ્યું હું આજે તમને હું જે પ્રશ્ન પૂછું છુ. તમે એનો જવાબ આપજો. બધાજ વિદ્યાર્થીઓ એ હા પાડી. ગુરુજી એ પૂછ્યું, બોલો આજે તમે આશ્રમ માં શુ શુ લઈને આવ્યા છો. બધા બાળકો વિચાર માં પડી ગયા. થોડું વિચાર્યા બાદ એક બાળક ઉભું થયું. અને કહે હું દફતર લઈને આવ્યો છું. ત્યાર બાદ બીજો વિદ્યાર્થી ઉભો થયો અને કહે હું પણ દફતર લઈને આવ્યો છું. ત્રીજો વિદ્યાર્થી કહે હું નાસ્તો લાઈને આવ્યો છું. આમ દરેક વિદ્યાર્થીઓ એ જુદા જુદા જવાબ આપ્યા. જવાબ સાંભળીને ગુરુજી નિરાશ થઈ ગયા. બાળકો એ પૂછ્યું શુ થયું ગુરુજી. ત્યાર બાદ ગુરુજી સ્વસ્થ થઈને કહે છે. વિદ્યાર્થીઓ તમે જે જવાબ આપ્યો તે બરાબર છે. પણ તમારે શાળા માં જે લઈને આવવું જોઈએ તે તો તમે લઈને જ નથી આવ્યા. પછી તમે શું કરી શકવાના. બાળકો કહે શુ લઈને નથી આવ્યા. ત્યારે ગુરુજી કહે ‘ જિજ્ઞાસા’ એટલે કે જાણવાની વૃત્તિ. બાળકો સાંભળતા હતા અને ગુરુજી બોલતા જ જતા હતા. તે કહે છે કે વિદ્યાર્થી ઓ એક સમયે તમે દફતર, ટિફિન આ બધું જ ભૂલી ને આવશો તો ચાલી જશે. જાણવાની વૃત્તિ જ નહીં લઈને આવો તો તમે દેશ અને સંસ્કૃતિ માટે કઈ કરી શકવાના નથી.
પ્રાચીન યુગ માં વિદ્યાર્થી ને દફતર એવું કશુ હતું જ નહીં . પણ તેમના માં જિજ્ઞાસા વૃત્તિ ખુબજ હતી. માટે તેઓ દેશ માટે કઈ કરી શક્યા છે. અને સંસ્કૃતિ ના નિર્માણ માટે પોતાનું યોગદાન આપી શક્યા છે. તેની સામે આજે ભાર વિનાનું ભણતર હોય અને જિજ્ઞાશું વૃત્તિ નિર્માણ થાય એવું શિક્ષણ જ ના હોય તો એક સુરાજ્ય નિર્માણ થઈ જ ના શકે. ઉત્તમ જીવન આદર્શ રાષ્ટ્ર અને સુસંસ્કૃતિ માટે જીવન માં જિજ્ઞાશાવૃત્તિ ની ખુબજ જરૂર છે.
ભારત જયતું.