સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો…આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?
વિદ્યાર્થી – હા સાહેબ..
પ્રોફેસર –તો પછી શેતાનને કોને બનાવ્યો ? શું શેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?
વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..
સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ? પ્રોફેસરે સમંતિ આપી..
વિદ્યાર્થી – શુ ઠંડી જેવું કાઈં હોય છે ?
પ્રોફેસર – ચોક્કસ હોય છે..
વિદ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.
વિદ્યાર્થી એ બીજો પ્રશ્ન કર્યો…
શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?
પ્રોફેસર – હાસ્તો ધરાવે છે…
વિદ્યાર્થી – સાહેબ તમે આ વખતે પણ ખોટા છો…ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી…ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી..
તેવીજ રીતે શેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ , વિશ્વાસ,અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે…
જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે…
આ વિદ્યાર્થીનુ નામ હતું – સ્વામી વિવેકાનંદ.