Gujarati Jokes

Gujarati Jokes: હાસ્યથી ભરેલા 10 મજેદાર ગુજરાતી જોક્સ જે તમને લોથપોથ કરી દેશે

Gujarati Jokes: હાસ્યથી ભરેલું મસ્તીભર્યું સંકલન અને હસવાના અનોખા ફાયદા

Gujarati Jokes એ માત્ર શબ્દો નથી, પણ ગુજરાતી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. કહેવાય છે કે જે હસે એનું ઘર વસે! હાસ્ય એ જીવનની મીઠી દવા છે જે તણાવ અને ચિંતાને ક્ષણભરમાં દૂર કરી શકે છે. ગુજરાતીઓ દુનિયાના કોઈપણ છેડે હોય, પણ તેમની રમૂજ વૃત્તિ હંમેશા જીવંત રહે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવા મજેદાર જોક્સ જે તમને હસાવશે, ગમશે અને તમારા આખા દિવસને આનંદિત કરી દેશે.

😄 મજેદાર ગુજરાતી જોક્સ

1. 😄 RTO ની સલાહ

ગાડી ચલાવતી વખતે…..
“સીટ બેલ્ટ” અને
સ્કુટર ચલાવતી વખતે….. “હેલ્મેટ” અવશ્ય પહેરો.
માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.
👮 RTO 😂🤣

2. પપ્પુ અને Noun📚

Teacher: આજે હું “Noun” ભણાવીશ. પપ્પુ ઊભો થા…
પપ્પુ: જી મેડમ…
Teacher: છોકરી બધાં સાથે હસી ને વાતો કરે છે, આમાં છોકરી શું છે?
પપ્પુ: છોકરી બગડેલી છે મેડમ, તે સેટિંગ કરવા માંગે છે!!!

3. લગ્નનો ડર💍

છોકરો: મારે લગ્ન નથી કરવાં, મને બધી મહિલાઓથી બીક લાગે છે.
પપ્પા: દિકરા, લગ્ન કરી લે પછી એકજ મહિલાથી બીક લાગશે, બીજી બધી સારી લાગશે! 😄

4. સૌ સુંદર લાગે છે…📸

◑ કોઈ દિલથી 😂
◑ કોઈ ડાચાં થી 😂
◑ કોઈ Oppo/Vivo થી 😂
◑ કોઈ Snapchat/Instagram થી 😂
◑ કોઈ Picsart/B612 થી 😂

5. ચા અને તલાક

પત્ની: ઉઠો હવે, ચા-નાસ્તો બનાવો.
પતિ: સીધો વકિલ પાસે ગયો તલાક લેવા.
થોડી વાર પછી ઘરે આવી ચા બનાવતો હતો.
પત્ની: શું થયું?
પતિ: વકિલ સાહેબ પોતું મારી રહ્યા હતા! 😝😂

📊 હાસ્યના 5 વૈજ્ઞાનિક ફાયદા

હસવું એ માત્ર મનોરંજન નથી, પરંતુ તે શરીર માટે કસરત સમાન છે. Gujarati Jokes વાંચવાથી થતા ફાયદા નીચે મુજબ છે:

ક્રમફાયદોવિગત
1તણાવ મુક્તિહસવાથી શરીરમાં એન્ડોર્ફિન (Endorphin) હોર્મોન વધે છે જે સ્ટ્રેસ ઘટાડે છે.
2હૃદય માટે સારુંહસવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે.
3ઇમ્યુનિટી બૂસ્ટરહકારાત્મક વિચારો અને હાસ્ય રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
4સ્નાયુઓને આરામખડખડાટ હસવાથી ચહેરા અને પેટના સ્નાયુઓને કસરત મળે છે.
5સામાજિક સંબંધોજોક્સ શેર કરવાથી મિત્રો અને પરિવાર સાથેના સંબંધો મજબૂત બને છે.

🌬️ વાતાવરણ અને જીવનના રમુજી કિસ્સા

6. વાતાવરણની મજા🌬️

પંખો ધીમે કરીએ તો… ચુરર ચુરર
વધારી દઈએ તો… નાક સુરર સુરર
બંધ કરીએ તો… મરછર ભુરર ભુરર
આ બધાં ચક્કરમાં… ઊંઘ ફુરર ફુરર 😂🤣

7. વાળ કપાવ્યા પછી 💇‍♂️

પતિ: હું તારા કરતા 10 વરસ નાનો લાગું છું.
પત્ની: ટકો કરાવી નાખો, જન્મ્યા હોય ને એવા લાગશો! 😝😛

8. ઓ માય ગોડ ✈️

પાઈલોટ: હવે બે મિનિટમાં લેન્ડ કરીશું… ઓ માય ગોડ!
શાંતિ છવાઈ ગઈ… બધાં ગભરાઈ ગયા.
પાઈલોટ: માફ કરજો, કોફી શર્ટ પર પડી.
કાકા: તારા ઓ માય ગોડમાં તારું શર્ટ બગડ્યું, મારું ધોતિયું બગડી ગયું!!! 😂

9. વાંદરી બોલાવ્યા પછી…🙈

કાલ સાંજે કંટાળી ગયો…
પત્નીને “એ વાંદરી” કહીને બોલાવ્યું…
પછી શું!
ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર નહીં…
અને અઢીસો જેટલા નવા જાનવરોના નામ જાણવા મળ્યા! 😆😝

💡 હાસ્ય અને માનસિક સ્વાસ્થ્ય (Mental Health)

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો હસવાનું ભૂલી ગયા છે. નિષ્ણાતોના મતે દિવસમાં ઓછામાં ઓછા 15 મિનિટ Gujarati Jokes વાંચવા અથવા કોમેડી શો જોવાથી માનસિક થાક ઓછો થાય છે. હાસ્ય ઉપચાર (Laughter Therapy) હવે વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે.

વધુ હાસ્ય અને મનોરંજન માટે તમે Humor Therapy – HelpGuide ની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્યમાં હાસ્યના રસ વિશે જાણવા માટે Wikipedia – Gujarati Literature એક ઉત્તમ સ્ત્રોત છે.

🍽️ ખાણીપીણી અને રમુજ

10. રબડી અને પેટ દુખાવું

10 વાટકી રબડી, 2 થાળી ભાત, 7 રોટલી ખાઈને…
છોકરો: મમ્મી, પેટમાં દુખે છે.
મમ્મી: મારા દીકરાને નજર લાગી ગઈ હશે! 😂😂

ખરેખર તો ખોરાકની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ. પ્રવાસ દરમિયાન કેવા ખોરાક લેવા તે માટે આરોગ્ય જાળવવા માટે ઓર્ગેનિક ફૂડના ફાયદા વિશે જાણો, જે તમને પ્રવાસમાં ફિટ રાખશે.

Gujarati Jokes એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, પણ તે આપણા જીવનમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. ભલે તે પત્ની-પતિના જોક્સ હોય કે પપ્પુના તોફાન, હાસ્ય હંમેશા ચહેરા પર સ્મિત લાવે છે. હંમેશા હસતા રહો અને બીજાને પણ હસાવતા રહો, કારણ કે હાસ્ય એ કુદરતની સૌથી અનમોલ ભેટ છે.

તમને ઉપરનામાંથી કયો જોક સૌથી વધુ ગમ્યો? તમારી પાસે પણ કોઈ મજેદાર જોક હોય તો કોમેન્ટમાં જરૂર શેર કરજો! હસતા રહો, ખુશ રહો! 😄✨

Spread the love

Leave a Reply

Back To Top
error: Content is protected !!