Latest Posts 📌

    પતિ-પત્ની ની મસ્ત જોક્સ: હાસ્યની મોજ!😂❤️

    પતિ (પત્નીને): મને એક જ વાક્યમાં સારા અને ખરાબ બંને સમાચાર આપ…
    પત્ની: હું અને બાજુવાળી આવતીકાલે સાથે જ પિયર જઈએ છીએ. 😲😅

    પતિ (પત્નીને): અરે ગાંડી! આ ફોન ના જમાના માં તું લેટર કેમ લખ્યો? 🤦‍♂️
    પત્ની (પતિને): પહેલા તો મેં ફોન જ કર્યો…. પણ ફોનમાંથી પેલીએ કીધું કે “Please Try Later” 📞📴 એટલે પછી મેં લેટર લખ્યો…. ✉️✍️
    પતિ હજુ બેભાન છે… 😵

    એક બાળક જીદે ચડ્યું:
    બાળક: મમ્મી મને વાર્તા કહો 📚
    મમ્મી: થોડી રાહ જો.. હમણાં તારા પપ્પા આવશે એટલે હું એમને પૂછીશ…
    આજે કેમ બહુ મોડું થયું?? 🤔
    પછી સાંભળજે વાર્તા… 😂😂

    એક સાડી પસંદ કરવા જો તમારી પત્ની આખી દુકાન ફેંદી નાખતી હોય…
    તો તમારે ગર્વ લેવો જોઈએ કે એણે ‘તમને’ પસંદ કર્યા છે! ❤️😊

    પત્ની: અજી સુનતે હો, આપનો મિત્ર એક પાગલ છોકરી સાથે શાદી કરવા જઈ રહ્યો છે…
    પતિ: કેમ રોકું? એ મિત્રએ મને રોક્યો હતો ક્યાં? 🤷‍♂️🤣

    ભગો અડધી રાત્રે પોતાની જાડી પત્નીને ઉઠાડીને પૂછે છે:
    તડપી-તડપીને મરવું સારું કે એક ધાડકે મરવું સારું?
    પત્ની: એક ધાડકે આવે એ જ મૃત્યુ સારું કહેવાય ને…
    ભગો: તો પછી તારો બીજો પગ પણ મૂકી જ દે મારા પર! 😫😆

    પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ:
    “મારે એમને પુછવુ પડે” 😜🤣

    પત્ની પતિને:
    એય…. આજે એક્ટિવા લઈને જાઓ ને
    રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો??
    જાઓ જાઓ આજે મારૂં એક્ટિવા લઈ જાઓ 🛵
    (પતિ ચૂપચાપ તૈયાર થાય છે)
    પત્ની: કંઈક અલગ લઈ જાઓ આજે…
    પતિ: કેટલાનું પેટ્રોલ પૂરાવવાનું છે?? 😬⛽😂

    એક ભાઈએ ઘરવાળી ને કહયું (ઈંગ્લીશમાં):
    “You are my Strength…” 💪
    ઘરવાળી (ઈંગ્લીશમાં):
    “Means, other women are your weakness??” 😤😡
    લ્યો…!! આને કેમ પહોંચે બિચારો… 🤦‍♂️🤣

    પતિ: આ કેવી ખીર બનાવી પ્રિયે? 🍚
    પત્ની: કેમ આર્ય?
    પતિ: દૂધ પેટમાં ગયું અને ચોખા તો વાટકીમાં જ રહી ગયા… 🥴
    પત્ની: અરે, ખીર પીતા પહેલા માસ્ક તો ઉતારવું તું ને… 😷🤣

    પત્ની: તમે હર વાતમાં મારા પિયર વાળાને કેમ વચમા લાવો છો??
    પતિ: અરે ગાંડી, આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલને થોડી બોલવાના… ગુસ્સો તો કંપની વાળાં ઉપરજ આવે ને 😤📱🤣

    Spread the love
    Back To Top
    error: Content is protected !!