top Gujarati food vloggers

ગુજરાતના ટોચના 5 ફૂડ વ્લોગર્સ Top 5 Food Vloggers 🍽️

શું તમે જાણો છો કે ગુજરાતમાં કયા ફૂડ વ્લોગર્સ સૌથી વધુ લોકપ્રિય છે? 🤔 શું તમે ગુજરાતી ભોજનના અવનવા સ્વાદ ચાખવા માંગો છો અને તે પણ ઘરે બેઠા? 😋 શું તમે જાણવા માંગો છો કે કયા ફૂડ વ્લોગર્સ તમને ગુજરાતના શ્રેષ્ઠ ભોજનનો અનુભવ કરાવી શકે છે? 👀

જો તમારા આ સવાલોના જવાબ ‘હા’ છે, તો આ બ્લોગ તમારા માટે જ છે! આજે હું તમને ગુજરાતના કેટલાક એવા ફૂડ વ્લોગર્સ વિશે જણાવીશ, જેમણે પોતાની આગવી શૈલી અને સ્વાદિષ્ટ વાનગીઓથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. આ વ્લોગર્સ તમને ગુજરાતના ખૂણે-ખૂણેથી શ્રેષ્ઠ ભોજનનો અનુભવ કરાવશે. તો ચાલો, જાણીએ આ ટેલેન્ટેડ ફૂડ વ્લોગર્સ વિશે! 👇

1. Kamlesh Modi I’m Foodie

કમલેશ મોદી Kamlesh Modi I’m Foodie એક એવી યુટ્યુબ ચેનલ છે જે ખાવા-પીવા પ્રેમીઓ માટે એક ખજાનો સમાન છે. 2012માં શરૂ થયેલી આ ચેનલ આજે 6.35 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ ધરાવે છે અને 2,000થી પણ વધુ વીડિયો અપલોડ કરી ચૂકેલી છે.

કમલેશ મોદી પોતાના સરળ અને પ્રામાણિક અંદાજ માટે જાણીતા છે, જ્યાં તેઓ ગુજરાત-ભારતના છુપાયેલા સ્ટ્રીટ ફૂડ ની મુલાકાત લઈને આપણને ત્યાંનું સ્વાદિષ્ટ ફૂડનો અનુભવ કરાવે છે.

તેમના દરેક વીડિયોમાં ફૂડની સાથે સાથે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવે છે, જેથી તમે પણ આ hidden gems શોધી શકો. આ જ કારણે કમલેશની ચેનલ ફૂડ લવર્સ માટે એક વિશ્વસનીય માર્ગદર્શક બની ગઈ છે.

કમલેશના વીડિયો જોઈને લાગે છે કે તમે સાથે બેઠા હોવ અને કોઈ મિત્ર તમને એ ખાસ ફૂડનો સ્વાદ ચાખવા લઈ જાય. તેમની ચેનલ પર કુલ 2 કરોડથી વધુ વ્યૂઝ છે અને સૌથી લોકપ્રિય વીડિયોને 17 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ ચેનલ ફૂડ પ્રેમીઓ માટે માત્ર ફૂડ જોવા કે ખાવા માટે નથી, પણ એક એવી સફર છે જે આપણને ભારતીય સ્ટ્રીટ ફૂડની સંસ્કૃતિ અને તેની મીઠાશ સાથે જોડે છે. જો તમે ખરેખર ખાવા-પીવા ના શોખીન છો, તો કમલેશ મોદી Kamlesh Modi I’m Foodie તમારા માટે એક જ સ્થાન છે. કમલેશ મોદી મોરબી સિટી ના રહેવાસી છે.

2. આનંદ સાતા – Eat&Drive

જો તમે ગુજરાતના ફુડ અને ટ્રાવેલ વ્લોગિંગની દુનિયામાં ડૂબકી મારવા માંગો છો, તો આનંદ સાતા એ નામ તમારા ફીડમાં જરૂર આવ્યું હશે! 😍 એક પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર, ફુડી અને ટ્રાવેલ એન્થુઝિયાસ્ટ તરીકે,આનંદ સાતા જાણીતા છે.

એમની 500K+ ફેન બેઝ એ જ પુરાવો છે કે એમનું કન્ટેન્ટ કેટલું એન્ગેજિંગ અને ઓરિજિનલ છે! જે ખાવા-પીવાના અને મુસાફરીના શોખીન લોકો માટે એકदम પરફેક્ટ છે! જ્યાં પણ જાય, ત્યાંની લોકલ ખાવા-પીણાની શોધખોળમાં મસ્ત રહે છે. આનંદ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખુબ એક્ટિવ છે. તેમની મેન ચેનલ Eat&Drive છે. આનંદ સાતા રંગીલા રાજકોટ ના રહેવાસી છે.તેમના ભાઈ-ભાભીની પણ ગુજરાતી રેસીપિ યૂટબ ચેનલ છે પરાગ સાતના નામ થી.

જો તમને ખાણી-પીણા અને મુસાફરીનું શોખ છે, તો આ ચેનલ્સ તમારા માટે એકદમ જમશે! તેમના વિડિઓઝ જોઈને તમને પણ નવી જગ્યાઓ અને સ્વાદ શોધવાની મજા આવશે. તો જલ્દી જ જઈને ચેક કરો!

3. વત્સલ જરીવાલા – thefoodiecam

સુરતના વતની વત્સલ જરીવાલા દ્વારા ચલાવવામાં આવતી YouTube ચેનલ “thefoodiecam” આજે 7 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ સાથે ભારતના શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોરર્સમાં સ્થાન ધરાવે છે. વત્સલનું ખાસિયત એ છે કે તે જ્યાં જાય, ત્યાંના લોકલ અને ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડને શોધીને, પોતાની મીઠી સુરતી ભાષામાં રજૂ કરે છે—જે દરેક ફૂડ લવર્સના દિલને સ્પર્શે છે.

thefoodiecam પર વત્સલ માત્ર સ્ટ્રીટ ફૂડના ટેસ્ટ જ નથી બતાવતા, પણ દરેક ડિશની પાછળની વાર્તા, ત્યાંના લોકલ લોકોની મહેનત અને સુરતની અનોખી ફૂડ કલ્ચર પણ જીવંત કરે છે. ચેનલ પર તમે સુરતના લોકપ્રિય લોચો, સેવ ખમણી, દાબેલી, ઘારી, પોક વડા, ભજીયા, અને કોલ્ડ કોકો જેવા અસલ સ્વાદની સફર માણી શકો છો—જે સુરતના રસ્તાઓની મજા અને રંગતને તમારી સ્ક્રીન પર લાવી દે છે.વત્સલ ફૂડ વ્લોગરની સાથે સાથે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર અને ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ છે.

વત્સલના વીડિયો માત્ર ફૂડ રિવ્યૂ નથી, પણ એક સાચી સુરતી મોજ છે—જ્યાં દરેક લાઈનમાં મીઠાશ, મસ્તી અને સુરતની ખુશબૂ આવે છે. જો તમને ભારતના વિવિધ શહેરોના ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડની શોધ છે અને સાથે સુરતી ભાષાની મજા માણવી હોય, તો thefoodiecam તમારી માટે એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન છે!

4. જીગર પટેલ – ધ હંગ્રી ગુજ્જુ

નડિયાદના જીગર પટેલ એક એવા ફૂડ વ્લોગર છે જે તમને ગુજરાતના દેશી સ્વાદનો અનુભવ કરાવશે. તેમની ચેનલ પર તમને ખાણીપીણી, સ્ટ્રીટ ફૂડ, રેસ્ટોરન્ટ અને કેફેના રિવ્યુ અને વ્લોગ્સ જોવા મળશે. જીગર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડના સફળ લોકોની વાર્તાઓ પણ રજૂ કરે છે. નડિયાદ એ ગુજરાતનું એક મહત્વનું શહેર છે અને તે તેના ખાસ ભોજન માટે પણ જાણીતું છે. અહીંના કેટલાક પ્રખ્યાત વાનગીઓમાં દાળ-ભાત, ખીચડી, અને ફાફડા-જલેબીનો સમાવેશ થાય છે. જીગર પટેલ તેમની વ્લોગ્સમાં નડિયાદના આ ખાસ સ્વાદને પણ આવરી લે છે.

5.રોની મોદી – કભી ખાયા ક્યા ?

“EAT GOOD, FEEL GOOD” ના મંત્ર સાથે, રોની મોદી એક કન્ટેન્ટ ક્રિએટર છે જે દરેક શહેરમાં જઈને ત્યાંના ખાસ ભોજન અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડે છે. જાન્યુઆરી 2019 થી શરૂ કરીને, તેઓ વિવિધ સ્થળોના ભોજન, સંસ્કૃતિ, વિશેષ સ્વાદ, સામગ્રી વગેરેના વિડિયો બનાવે છે અને તેને પોતાના યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરે છે.

હવે, રોની પોતાની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની કુશળતાનો ઉપયોગ કરીને સ્થાનિક ફૂડ વેન્ડર્સ અને તેમના સ્વાદને વિશ્વ સુધી પહોંચાડે છે. તેઓ અને તેમની ટીમ સ્થળોને એક્સપ્લોર કરે છે, વેન્ડર્સ સાથે ક્રિએટિવ સમય વિતાવે છે, અનુભવો શેર કરે છે, ભોજનનો સ્વાદ લે છે, વિડિયો બનાવે છે અને ભોજનની દરેક વિગત અને તેઓએ તે વ્યવસાય કેવી રીતે શરૂ કર્યો તેની માહિતી એકત્રિત કરે છે. જેથી, તમે તમારા મોબાઇલ ફોનથી કોઈપણ શહેર અથવા ગામના ભોજન અને તેના વિડિયો, સ્થાન, સમય અને કિંમત વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો.

તમારા મનપસંદ ફૂડ વ્લોગર વિશે જણાવો! 👇

તમારા મનપસંદ ગુજરાતી ફૂડ વ્લોગર કોણ છે? તમે કઈ ગુજરાતી વાનગી સૌથી વધુ પસંદ કરો છો? તમારા વિચારો અને અનુભવો અમારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરો. અમને તમારી પાસેથી સાંભળવું ગમશે! 😊

Spread the love

Leave a Reply

Back To Top
error: Content is protected !!