Latest Posts 📌

    GujjuBlogs

    ભારતની ઐતિહાસિક જીત: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો તાજ ફરી ભારતના શીશે

    ભારત માટે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ઐતિહાસિક બની રહી! ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે ગઇકાલનો દિવસ ગૌરવપૂર્ણ રહ્યો, કારણ કે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજી વાર આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરી. આ સાથે જ ભારતે 12 વર્ષ પછી ફરી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. ટૂર્નામેન્ટમાં ભારતનો પ્રભાવશાળી પ્રદર્શન ભારત હંમેશા એક શક્તિશાળી ટીમ રહી છે, અને…

    Read More

    હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઇ ?

    આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને પણ ખબર નહીં હોય. પવનપુત્ર હનુમાનજીની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ તેની રચના કેવી રીતે થઇ એની ભાગ્યે જ કોઇને ખબર હશે. તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી. એક વાર તુલસીદાસજી મથુરા જતાં હતાં. રાત પડવા…

    Read More

    તો જીવનની દરેક પળ સુખમય બની જશે…

    એક ભાઈ પોતાની સાથે બે – ત્રણ નાનાં બાળકોને લઈને ટ્રેનમાં ચડ્યા. એક ડબ્બામાં થોડી જગ્યા જોઈ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઈક વિચારતા વિચારતા એ ભાઈ બેસી ગયા. ટ્રેન ચાલુ થઈ અને સાથે સાથે પેલા બાળકોના તોફાન પણ ચાલુ થયા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તોફાન વધતાં ગયાં.પેલા ભાઈ તોફાન…

    Read More

    જેવું કર્મ તેવું ફળ

    એક રાજા હતો 👑. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો. એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ 🧐. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી 💌💰. પછી રાજા શું થાય…

    Read More

    વસંત પંચમી ની ખૂબ ખૂબ શુભ કામનાઓ

    ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના…

    Read More

    લોકસાહિત્યના દુહા

    → નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ ૦૧ → નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંતકીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત. ૦૨ → નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય ,જુઓ , ત્રાજવું તોલતાં નમતું ભારી હોય . ૦૩ → નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી…

    Read More

    લાયકાત

    એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો… ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં. ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા…

    Read More

    સફળતાનાં ચાર સૂત્રો

    એક, ધ્યાનથી સાંભળવું. બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો. ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો. ચોથું, તેને આચરણમાં મૂકવો. સફળતા તમારાં કદમ ચૂમશે.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે, પરંતુ બધું જ ઇશ્વરની ઇચ્છાએ થાય છે તેવું માનવાથી બંનેથી બચી શકાય છે.

    Read More

    સ્વામી વિવેકાનંદનો પાઠ: પ્રકાશ, અંધકાર અને શ્રદ્ધાનો સાચો સાર

    સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો…આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ? વિદ્યાર્થી – હા સાહેબ.. પ્રોફેસર –તો પછી શેતાનને કોને બનાવ્યો ? શું શેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે? વિદ્યાર્થી એકદમ…

    Read More

    જિજ્ઞાસા વૃત્તિ થી દેશ અને સંસ્કૃતિ

    જેના જીવન માં જિજ્ઞાસા નથી. તે માણસ પોતાના માટે અને દેશ કે સંસ્કૃતિ માટે કઈ કરી શકતો નથી. થોડા  વર્ષો પહેલા ની વાત છે. સૂર્યોદય થતા જ બધા બાળકો અભ્યાસ માટે આશ્રમ માં આવી ગયા હતા. થોડા જ સમય માં આશ્રમ ના ગુરુજી પણ આવી ગયા. બધા જ બાળકો ગુરુજી આવ્યા એટલે તેમણે વંદન કરી…

    Read More

    માનવજીવનનું મૂલ્ય શુ 🤔?

    એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, “તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે.” યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે…

    Read More

    બે પેઢી વચ્ચેની વાત

    એક યુવાને તેના પિતાને પૂછ્યું, “તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા? ટેક્નોલોજી ન હતી, કાર કે પ્લેન નહીં, ઈન્ટરનેટ નહોતું, કોમ્પ્યુટર નહોતું, મોલ નહોતાં, કલર ટીવી નહોતું, મલ્ટિપ્લેક્સ સિનેમા નહોતાં, મોબાઈલ ફોન નહોતાં, સારી હોટેલો અને રેસ્ટોરન્ટ નહોતાં, સારા કપડા નહોતાં અને હિલ સ્ટેશન પર ફરવા જવાનું પણ નહોતું.” તેના પિતાએ હસીને જવાબ આપ્યો,…

    Read More
    Back To Top
    error: Content is protected !!